રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત મોરબી : શિક્ષકો માટે ઓનલાઈન યોજતા બદલી કેમ્પમાં અન્યાય થઈ રહ્યો હોવાનો સુર ઉઠ્યો છે. હાલમાં ચાલતા ઓનલાઈન બદલી કેમ્પમાં વધથી બદલી થયેલ શિક્ષકોની માતૃશાળાની સિનિયોરિટી ગણવા યોગ્ય અર્થઘટન કરી હજારો શિક્ષકોની માંગણી સ્વીકારવા શૈક્ષણિક સંઘ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઈન બદલી કેમ્પ ચાલી રહ્યો છે જેમાં વધથી બદલી થયેલ શિક્ષકોની મૂળ શાળાની સિનિયોરિટી ગણવાના બદલે હાલની શાળાની જ સિનિયોરિટી ગણવાની સૂચના થતા હજારો શિક્ષકો બદલીથી વંચિત રહી જશે માટે આ બાબતે આ મુજબ અર્થઘટન કરી મૂળ શાળાની સિનિયોરિટી જ માન્ય રાખવા ઉચ્ચ કક્ષાએ રજુઆતમાં આધારો સાથે જણાવાયુ છે કે તા.23/05/2012 પ્રકરણ (ખ) માં મહત્વ ના કુલ 3 મુખ્ય મુદ્દાઓ સંકળાયેલ હતા. આ મુખ્યમુદામાં, વધ કરવાના નિયમો, માતૃશાળામા વધ પરતના નિયમો, વધ થયેલની માંગણી બદલીના નિયમો ત્યાર બાદના સુધારા ઠરાવમાં તા.21/08/2018મા વધ કરવાના નિયમો અને માતૃશાળામા વધ પરતના નિયમો ફક્ત આ બેજ મુદ્દા ત્યારબાદના સુધારા ઠરાવ તા 05/06/2020 મા 1) વધ કરવાના નિયમો 2) માતૃશાળામા વધ પરતના નિયમો ફક્ત આ બેજ મુદ્દા ને સાંકળેલ છે. આ સંજોગોમાં વધ થયેલની માંગણીના નિયમોની કોઈ જ છણાવટના હોય તા.23.05.2012 ના ઠરાવને માન્ય રાખી વધથી બદલી થયેલ શિક્ષકોને માતૃશાળાની સિનિયોરિટી ગણાવી જોઈએ અને હજારો શિક્ષકોને માતૃશાળાની સિનિયોરિટીનો લાભ મળે એ બાબતે ભારપૂર્વક રજુઆત કરી યોગ્ય ઉકેલ અને ન્યાય અપાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કમર કસી છે.