મોરબી જિલ્લા માલધારી સમાજે કલેકટરને આવેદનપત્ર આપી સોરઠીયા રબારી સમાજ દ્વારા ચાલતા ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો મોરબી : લોકરક્ષક દળ પોલીસની ભરતીમાં માલધારી સમાજના 101 વિધાર્થીઓને બાકાત રાખી અન્યાય કર્યો હોવાના સુર સાથે મોરબી જિલ્લાના માલધારી સમાજે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવીને આ અન્યાયકારી વલણ દૂર કરવાની માંગ કરી હતી.તેમજ આ મામલે સોરઠીયા રબારી સમાજ દ્વારા ચાલતા ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો હોવાનું જણાવ્યું છે. મોરબી જિલ્લા ગોરસ સમિતિ અને મોરબી જિલ્લા માલધારી સમાજે આજે કલેકટર આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, 2018 લોકરક્ષક દળ (પોલિસ)ની ભરતીમાં ગીર બરડામા વસતા માલધારી સમાજનો અનુસૂચિત જનજાતી કેટેગીરીમાં એસ. ટી.મા સમાવેશ થતો હોવા છતા મેરીટ જાહેર થતા માલધારી સમાજ ના 101 વિદ્યાર્થીઓને અનુસુચિત જાતિ એસ.ટી..કેટેગરીમાંથી બાકાત કરતા માલધારી સમાજને અન્યાય થયો છે આ બાબતનો મોરબી જિલ્લા ગોરસ સમિતિ દ્રારા માલધારી સમાજ દ્રારા વિરોધ નોંધાવીને જણાવ્યું હતું કે, સોરાષ્ટ્ના માલધારીઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરીને વિગત દર્શક કાર્ડ આપવામાં આવ્યા હતા.એથી વિધાર્થીઓના લોકરક્ષક દળની પરીક્ષામાં એસટી અનામતમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.પણ મેરીટ જાહેર થતા તેમાં પસંદગીમાંથી માલધારી સમાજના 101 વિધાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે.જેથી આ ઉમેદવારોને યોગ્ય ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને મોરબી જિલ્લા માલધારી સમાજ સોરઠીયા રબારી સમાજ દ્રારા જેઠા આતાના માર્ગદર્શન હેઠળ ચાલતા ઊપવાસ આંદોલનને સમર્થન આપતા હોવાનું જાહેર કર્યું હતું.