મોરબી : મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપરમિલમાં કામ કરતી વખતે કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઇજા પામેલા શ્રમિક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર ગામે આવેલ રાજવીર પેપરમિલ નામના કારખાનામાં રહીને મજુરી કામ કરતા મમતાબેન ભાનુભાઈ ઉ.વ.38 નામના મહિલા ગતતા 26 જુલાઈના રોજ આ પેપરમિલમાં મજુરી કામ કરતા હતા.તે વખતે તેઓ અકસ્માતે પેપરમિલના કન્વેટર બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા થવાથી તેમને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પીલિસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne