મોરબી : મોરબી નજીક સીરામીક ફેકટરીમાં ટ્રકમાં માલ ચડાવતી વખતે પડી જતા ગંભીર ઇજા પામેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ધૂટુ ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ સ્વીજર સીરામીક ફેકટરીમાં રહીને મજૂરો કામ કરતો ચંદ્રસેન ઘનશ્યામ અહીરવર ઉ.વ.28 નામનો મજૂર યુવાન ગત તા.2 માર્ચના રોજ બંધ ટ્રકમાં માલ ચડાવતો હતો.તે વખતે અકસ્માતે ટ્રક પરથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ બનાવના આજે રાજકોટથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરો છે.