આવનાર સમયમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ નંબર વન ઉપર પહોચે તે માટે કેન્દ્રીય કોમર્સ મંત્રીને રજુઆત મોરબી : વૈશ્વિક મહામારી કોરોના બાદ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને બુસ્ટ મળ્યું છે પરંતુ ગલ્ફ કન્ટ્રી સહિતના દેશોમાં માટે નુકશાન દેહ સાબિત થઈ રહેલ એન્ટી ડંપિંગ ડ્યુટી તેમજ અન્ય પ્રશ્નોને લઈ આજે મોરબી સિરામિક એસોશિએશ પ્રમુખ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોમર્સ-રેલવે મંત્રી પિયુષ ગોહિલને મળી રૂબરૂ રજુઆત કરી હતી. સિરામિક હબ મોરબીના ઉદ્યોગોને લગતા પ્રશ્નોને લઈ આજે સિદસરધામના આગેવાન જેરામભાઇ વાંસજાડીયા, મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ કીરીટભાઇ પટેલ, પુર્વ પ્રમુખ કે.જી. કુંડારીયા, જીતુભાઇ અઘારા (સીમ્પોલો ), શૈલેષભાઇ (કોમેટ) વગેરે ટીમે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તેમજ કેન્દ્રીય કોમર્સ અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલને મળ્યા હતા. કેન્દ્ર સરકારના દિગગજ મંત્રી મહોદય સમક્ષ મોરબીના ઉદ્યોગકારો દ્વારા એકસપોર્ટ વધારવા માટે એમઇઆઇએસ તેમજ અન્ય મુદ્દે રજુઆત કરી હતી સાથો-સાથ સિરામીક ઉદ્યોગ આવનાર સમયમા નંબર વન ઉપર પહોચે તે માટે રજુઆત કરી અને એન્ટીડંપીંગ મુદ્દે પણ યોગ્ય કરવાની રજુઆત કરી હતી.