જેના ઉપલક્ષમાં અગ્રણી ઉદ્યોગપતિ નિલેશ જેતપરિયાની ઉપસ્થિતિમાં બેઠક મળી : રાજકીય અગ્રણીઓ પણ રહ્યા હાજર મોરબી : શ્રી રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપવા માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્ય સમિતિ - મોરબી, સીરામીક એસોસિએશન - મોરબી તથા લઘુ ઉદ્યોગ ભારતી - મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં સીરામીક એસોસિએશન હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે તા. 21/12ના રોજ મોરબી મુકામે સીરામીક ભવન ખાતે રામજન્મ ભૂમિ તીર્થક્ષેત્ર નિધિ માટે ઉદ્યોગકારોની બેઠક મળી હતી. જેમાં તમામ ઉદ્યોગકારોએ નિધિ (ફંડ) માટે ખૂબ જ ઉત્સાહ દાખવ્યો હતો. આ બેઠકમાં સીરામીક તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ કામદારો પણ રામ મંદિરમાં પોતાનું યોગદાન તથા સહયોગ આપી શકે તે માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડિયા, અજયભાઈ લોરીયા સહિતના ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. આ ઉપરાંત, કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના રાજકીય અગ્રણીઓ પણ હાજર રહેલ હતા. તેમજ રાષ્ટ્રીય સ્વયં સંઘના પદાધિકારીઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.