રાજકોટ કેન્દ્ર પરથી પરીક્ષા આપી બની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમોરબી : મોરબીના જાણીતા ઉદ્યોગપતિ જયેશભાઈ ઈશ્વરભાઈ મોરડીયાની પુત્રી સંજના જયેશભાઈ મોરડીયાએ સીએ (Chartered Accountant) ની ફાઇનલ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે.સંજના મોરડીયાએ રાજકોટ ખાતેથી સીએ ફાઇનલની પરીક્ષા આપી હતી, જેમાં તેઓ ઉત્તીર્ણ થઈને સત્તાવાર રીતે સીએ બન્યા છે. તેમની આ સિદ્ધિથી મોરબીના મોરડીયા પરિવાર તેમજ સ્નેહીજનોમાં ભારે આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે. સફળતાની આ નવી ઊંચાઈ સર કરવા બદલ સંજના મોરડીયા પર ચોમેરથી શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.#Morbi #MorbiNews #CAFinal #CharteredAccountant #MorbiUpdate #SuccessStory #Rajkot