મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા તારીખ 15થી તારીખ 17 સુધી ઉકાળા વિતરણ તથા માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક મહામારીના કારણે લોકો મહામારીનો ભોગ ન બને તે માટે સ્વબચાવ માટે તથા વધતું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે સરકારની ગાઈડલાઇન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સામાકાંઠા વિસ્તારમાં ત્રણ દિવસ સુધી કોરોના સામે ઇમ્યુનિટી વધારવામાં ઉપયોગી એવા ઉકાળા તેમજ માસ્ક વિતરણનો લાભ મોરબીની જાહેર જનતાએ બહોળી સંખ્યામાં લીધો હતો. આ પ્રસંગે કલબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, પૂજાબેન પારેખ તથા સંધ્યાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા.