મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સ્વ.નલીનભાઈ ધનજીભાઈ છનિયારાના સ્મરણાર્થે આગામી 4/10/2023ના રોજ સવારે 10:00 થી 4:00 કલાક દરમ્યાન મયુર હોસ્પિટલ, ઝુલતા પુલ પાસે, સ્વામિનારાયણ મંદિરની સામે, મોરબી-2 મુકામે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શરમ સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતા હોય છે. સજાગતાથી જો પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે. સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂપિયા 5,000 હોય છે, પણ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા નીલાબેન છનિયારાના સૌજન્યથી આ નિદાન કેમ્પ નિઃશુલ્ક કરવામાં આવશે.ક્લબ પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા દ્વારા મોરબીવાસી દરેક બહેનોને કેન્સર જેવા જીવલેણ રોગ સામે અગમચેતીના પગલાં રૂપે આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ કેમ્પમાં લાભ લેવા માટે આપેલા નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. મયૂરીબેન કોટેચા (9275951954), શોભનાબા ઝાલા (9979329837), પ્રીતિબેન દેસાઈ (9979329837), જ્યોતિબેન વિઠ્ઠલપરા (9624922933), રંજનાબેન સારડા (9726599930), મનિષાબેન ગણાત્રા (8238282420), નયનાબેન બારા(8530531830).