મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા બે દિવસીય ફ્રી સમર કેમ્પનું આયોજન તા. 29 - 30 મેના રોજ બપોરના 3 થી 5 કલાક દરમ્યાન OMVVIM, સરદાર બાગ સામે, સનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં 8 થી 65 વર્ષની ઉંમરની મહિલાઓ અને બાળકો ભાગ લઈ શકશે. આ કેમ્પમાં નિરાલી ક્રિએશન ના ઓનર તેમજ ફેવિક્રીલ હોબી આઇડીયાઝના સર્ટિફાઇડ પ્રોફેશનલ આર્ટિસ્ટ નિમિષાબેન ખન્ના દ્વારા ટાઇ એન્ડ ડાય, ફ્રિઝ મેગ્નેટ મેકિંગ, કિ-ચેઈન મેકિંગ શીખવાડવામાં આવશે .આ માટેનો જરૂરી વસ્તુઓનો ખર્ચ રૂ.350 જેટલો થશે. જે જે-તે સ્ટુડન્ટે આપવાનો રહેશે . બાકીની તમામ વસ્તુઓ બનાવતા ફ્રીમાં શીખવાડવામાં આવશે. વધુ વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે મંજુબેન કાલરીયા મો. નં. 9825436180, પ્રીતિબેન દેસાઈ મો. નં 9328970499 અને નિમિષાબેન ખન્ના મો. નં. 9427270069 પર સંપર્ક કરવાનો રહેશે. આ સમર કેમ્પ દ્વારા બાળકો તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તેવો પ્રયાસ નિરાલી ક્રિએશન દ્વારા કરવામાં આવ્યો છે.