મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમીત્તે 'છાંયડો' પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફ્રુટ વેચતા બહેનો માટે મોટી-મોટી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યના સહયોગી ચોક્સી બ્રધર્સ જ્વેલર્સ બન્યા હતા જેમનો પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબ મેમ્બર્સ શોભનાબા, પ્રિતીબેન, નયનાબેન, મનીષાબેન, પાયલબેન, સુનિતાબેન, કવિતાબેન, કોમલબેન સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.