મોરબી : વસ્ત્રદાન એ ઉત્તમ દાન છે તે કહેવત ને સાર્થક કરતા વર્ષ 2017 થી દર વર્ષે 29 મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસના દિવસે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન કિશોરભાઈ દેસાઈએ કાયમી પ્રોજેક્ટ તરીકે 180 જેટલી વિધવા તેમજ જરૂરિયાત મંદ બહેનોને સાડી વિતરણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે એટલે કે સતત નવમાં વર્ષે આ પ્રોજેક્ટ કાયમી પ્રોજેક્ટ તરીકે પ્રીતિબેન દેસાઈના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો છે.આ તકે સંસ્થાના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા, ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તેમજ ઈમીડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા તેમજ સમગ્ર ટીમે તેઓને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.