ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32મા સ્થાપના દિને 90થી વધુ બાળાઓને કુર્તી વિતરણ કરી ભોજન કરાવાયુંમોરબી: વર્ષ 1995થી સતત કાર્યરત 'LIFE IMPROVEMENT ORGANIZATION WITH NATIONAL SPIRIT'ના વિચારને વરેલી ઇન્ડિયન લાયન્સ ક્લબના 32મા સ્થાપના દિવસની મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 2 જુલાઈના રોજ શહેરમાં સામા કાંઠે આવેલા વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે આ દિવસની ઉજવણી કરાઈ હતી. આ સાથે જ સંસ્થાના એક્ટિવ મેમ્બર દિવ્યાબેન ચગના જન્મદિવસની પણ પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે કેક કટીંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલા ONLY NXના સહયોગથી તમામ બાળાઓને કુર્તીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મેમ્બરો, સ્ટાફ અને 90થી વધારે બાળાઓએ સાથે મળીને સમૂહ ભોજન લીધું હતું. દિવ્યાબેન ચગના જન્મદિવસ નિમિત્તે આ તમામ કાર્યક્રમનો ખર્ચ તેમના તરફથી આપવામાં આવ્યો હતો.આ સેવાકીય કાર્યમાં સંસ્થાના સિનિયર એડવાઈઝર મેમ્બર ભારતીબેન પુજારા અને પ્રફુલાબેન કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા દેશના જરૂરિયાતમંદ લોકોને આવી જ રીતે મદદરૂપ થતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શોભના બા ઝાલા, મયુરીબેન કોટેચા, પ્રીતિબેન દેસાઈ, વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરા, પુનમબેન, સેક્રેટરી મનિષાબેન ગણાત્રા અને તમામ હોદ્દેદારોએ દિવ્યાબેનનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સૌએ સાથે મળીને માનવ સેવાની જ્યોત જગાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. અંતમાં સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ સ્થાપના દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #IndianLionessClub #IndianLionsClub #SocialWork #VikasVidyalaya #MorbiCity