મોરબી : મોરબી તાલુકામાં આવેલી શાળાઓ, ગ્રામપંચાયતો, વિવિધ સંસ્થાઓ સહિત સરકારી કચેરીઓમાં 73માં સ્વતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી. સાથો સાથ આ જ દિવસે ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસને દ્રઢ બનાવતા રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ કરવામાં આવી હતી. ત્યારે મોરબી શહેર અને તાલુકામાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રક્ષાબંધન અને સ્વતંત્ર પર્વની ઉજવણીનો વિશેષ અહેવાલ ABVP મોરબી દ્વારા સ્વતંત્રતા પર્વની નગર દરવાજા ઉપર ત્રિરંગો લહેરાવી શાનદાર ઉજવણી કરાઈ 15મી ઑગસ્ટે ABVP મોરબી દ્વારા મોરબીની આન,બાન અને શાન સમા નગર દરવાજા ચોકને રાષ્ટ્રીય ગૌરવ આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા નગર દરવાજે ત્રિરંગો લહેરાવ્યો હતો. આ તકે રાષ્ટ્રગીત ગાઈને ત્રિરંગાને ગૌરવપૂર્ણ સલામી અપાઈ હતી. જેમાં ABVPના પૂર્વ કાર્યકર્તા શક્તિસિંહ જાડેજા, સુખદેવભાઈ દેલવાણીયા, ધ્યાનેશભાઈ રાવલ, સુખદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા ઉપરાંત હાલ મોરબી નગરમંત્રી મંદિપસિંહ ઝાલા, સહમંત્રી સંદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, મયુર સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા સહીતના કાર્યકર્તાઓ તેમજ અન્ય લોકોએ ઉપસ્થિત રહી રાષ્ટધ્વજને સલામી આપી હતી. [gallery td_select_gallery_slide='slide' ids='66239,66240,66241'] શ્રી માં મંગલમુર્તી દિવ્યાંગ બાળકોની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ 'શ્રી માં મંગલમુર્તી' દિવ્યાંગ બાળકોની શાળામા રક્ષાબંધન દિવસની ભવનાપૂર્ણ ઉજવણી ભાઈઓને રાખડી બાંધીને કરવામાં આવી હતી. આ પ્રસંગે દિવ્યાબેન તરફથી બાળકોને નાસ્તામાં વેફર અને બિસ્કિટ આપ્યા. કાર્યક્રમમાં તમામ દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. [gallery columns='4' td_select_gallery_slide='slide' ids='66242,66243,66244,66245'] નારણકા ગામે સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી મોરબીના નારણકા ગામની પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.આ તકે નારણકા ગામના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નારણકા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા નૃત્ય, દેશભક્તિ ગીત, વકતૃત્વ વ્યક્તવ્ય રજુ કરવામાં આવેલ હતું. નારણકા ગામ સમસ્ત તેમજ દાતા દ્વારા 1.70 લાખનું દાન સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે શાળાને અપાયું હતું. જેમાં હાલ મોરબી રહેતા અને મુળ નારણકા ગામના બે ભાઇઓએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિદ્યાથીઓને અનોખી ભેટ આપી હતી. જેમાં રાજેન્દ્રભાઇ (હકાભાઇ) વશરામભાઇ મોરડીયા દ્વારા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાથીઓને યુનિફોર્મ, બુટ, મોજા વિતરણ કરવામાં આવેલ. જ્યારે રજનીશભાઇ વશરામભાઇ મોરડીયા દ્વારા વિદ્યાથીઓને નિઃશુલ્ક સ્કુલ પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી. જે આવનારા દિવસોમાં આયોજિત થશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે વિદ્યાથીઓને અનોખી ભેટ અપતા વિદ્યાથીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. આ તકે નારણકા ગામના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા, ઉપસંરપંચ યોગેશભાઇ મેરજા, માજી સંરપંચ ભીખાભાઇ મેરજા, દેવરાજભાઇ મેરજા, પ્રવિણભાઇ મોરડીયા, દિલિપભાઇ દાવા, મોહનભાઇ બોખાણી, ધીરૂભાઇ દાવા, પુર્વ આચાર્ય દેવરાજભાઇ કારોલિયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો, આચાર્ય પ્રાણલાલ પૈજા, નુતનબેન શેરશીયા, દક્ષાબેન સહિતનો શિક્ષકગણ, આગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. [gallery columns='5' td_select_gallery_slide='slide' ids='66246,66247,66248,66249,66250'] દેવ પેટ્રોલિયમ દ્વારા સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ જેતપર રોડ, મહેન્દ્રનગર ચોંકડી સ્થિત દેવ પેટ્રોલિયમ ખાતે 73માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દેવ પેટ્રોલિયમ દ્વારા સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણીતકે બહોળી સંખ્યામાં મિત્રો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સહુએ સાથે મળીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. [gallery td_select_gallery_slide='slide' ids='66251,66252,66253'] મોરબી સિવિલ હોસ્પિટલમાં ધ્વજવંદન કરાયું : સગર્ભા મહિલાઓને રાખડી બંધાઈ મોરબી સિવીલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં સરકારની સુચના અન્વયે સગર્ભા સ્ત્રીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં આવી હતી. મહિલાઓના તેમજ આવનારા બાળકના સ્વાસ્થ્ય અને સુરક્ષા હેતુ આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ત્યાર બાદ મોરબી સિવીલ હોસ્પિટલના પટાંગણમાં આરએમઓ ડો. કે. આર. સરડવાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલના કર્મચારીગણ સાથે દર્દીઓના સગા-સબંધીઓ પણ જોડાયા હતા. [gallery columns='5' td_select_gallery_slide='slide' ids='66254,66255,66256,66257,66258'] સ્લોગન ગ્રુપ દ્વારા 15મી ઓગસ્ટની શાનદાર ઉજવણી કરાઈ સ્લોગન ગ્રુપ તરફથી દર વર્ષે ૧૫મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે. જેમાં વર્કરોને કેવી રીતે કામગીરી કરવી તથા સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે બાબતની માહિતી કંપનીના એમડી બેચરભાઈ દ્વારા આપવામાં આવેછે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. આ ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરીએ બેસ્ટ વર્કર એવોર્ડ આપવાનું પણ આજ રોજ જાહેર કરાયુ હતું. કર્મચારીગણમાં રાષ્ટ્ર ભાવના વિકસે અને પ્રબળ બને એ માટે બન્ને રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમથી અસ્થભેર ઉજવણી કરવામાં આવે છે. [gallery td_select_gallery_slide='slide' ids='66259,66260,66261'] સાર્થક વિદ્યામંદિરમાં 15મી ઓગસ્ટ નિમિત્તે ત્રિવિધ કાર્યકમ યોજાયો તા.15 ઓગષ્ટના રોજ સાર્થક વિદ્યામંદિરમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે યોગાનુયોગ સ્વાતંત્ર્ય પર્વ, રક્ષાબંધન તથા સંસ્કૃત દિવસ પણ હોય ત્રણેય કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 15 ઓગસ્ટની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરાઈ હતી, અને તમામ કૃતિઓ સંસ્કૃતમાં રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં ગરબા, નાટક, વક્તૃત્વ, પ્રશ્નોતરી, ગીત, એકપાત્રિય અભિનય, સુભાષિત, સમૂહ ગાન, વાર્તા, દિનચર્યા વગેરે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. આ તકે રક્ષાબંધનના વિષયને પણ આવરી લેવામાં આવ્યો હતો. [gallery...