મોરબી : કચ્છ - મોરબી માળીયા લોકસભા બેઠક પર લોકસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ વિનોદભાઈ ચાવડાને શહેરના વોર્ડ નંબર 4 માંથી સૌથી વધુ લીડ મળી હતી.જે બદલ સાસંદ વિનોદભાઈ ચાવડાના હસ્તે વોર્ડ નંબર 4ના ભાજપના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કચ્છ - મોરબી લોકસભા બેઠકના ભાજપના સાંસદ વિનોદભાઈ ચાવડાને આ લોકસભાની ચૂંટણીમાં મોરબી શહેરમાંથી વોર્ડ નંબર 4માં સૌથી વધુ 3307 મતની લીડ મળી હતી.જેમાં વોર્ડનંબર 4ના ભાજપના કાઉન્સીલર ગોતમભાઈ સોલંકી, હીનાબા ક્રિપાલસિંહ જાડેજા તથા ભાજપના સ્થાનિક અગ્રણીઓ દશુભા ઝાલા, જ્યોતિસિંહ જાડેજા, રમેશભાઈ ભરવાડ, મનસુખભાઇ બરાસરા સહિતનાએ ભારે મહેનત કરીને વોર્ડ નંબર 4 માં વિનોદભાઈ ચાવડાને વધુ લીડ મળે તેવા પ્રયાસો કર્યા હતા.જેથી મોરબી શહેરમાં વોર્ડ નંબર 4માં સૌથી વધુ લીડ મળી હતી.જે બદ્દલ આ લીડના યશભાગી સ્થાનિક ભાજપના આ તમામ અગ્રણીઓનું સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne