બે શખ્સો સામે ગુનો નોંધાયો મોરબી : મોરબીના વીસીપરાની અંદર આવેલ રોહિદાસપરા પાછળ રહેતા પ્રૌઢને પારિવારિક ઝઘડા મામલે બે શખ્સોને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસેના રોહિદાસપરા પાછળ આવેલ કુલીનગરમાં રહેતા દેવાભાઈ કલાભાઈ રાઠોડ ઉ.વ.55 નામના પ્રોઢે કિશનભાઈ ગુલાબભાઈ જોગલ અને વિજયભાઈ ગુલાબભાઈ જોગલ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે,તેમણે આરોપીઓની બહેનના લગ્ન કરાવ્યા હોય પણ આરોપીઓને તેના બનેવી ફોનમાં ગાળો આપતા હોવાથી આરોપીઓએ તે મારી બહેનના લગ્ન કરાવ્યા હોય છતાં કેમ ગાળો આપે છે તેમ કહીને ફરિયાદીને ગાળો આપી પાઈપથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડિવિઝન પોલોસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne