સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને વિધવા બહેનોને તેમના હક્કનો લાભ આપવાની માંગ કરી મોરબી : મોરબીમાં વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરીને જમા થઈ ગયા હોય પણ તેના હુકમમાં જવાબદાર અધિકારી સહી કરતા ન હોવાથી આશરે 250થી વધુ મહિલાઓના વિધવા પેન્શન અકટયા છે. તેવી ફરિયાદ સાથે સામાજિક કાર્યકરોએ કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરીને વિધવા બહેનોને તેમના હક્કનો લાભ અપાવવાની માગ કરી છે. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાભણીયા, જીજ્ઞેશભાઈ પંડયાએ જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, અહીંની મામલતદાર કચેરીમાં વિધવા સહાયના ફોર્મ ભરીને જમા થઈ ગયા હોય પણ કચેરીના જવાબદાર અધિકારી એ ઓર્ડરમાં સહી કરતા ન હોવાથી આશરે 250થી વધુ વિધવા બહેનોના પેન્શન અટકી ગયા છે. વધુમાં જણાવ્યું હતું કે,કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અકાળે વિધવા બનતી બહેનોને ભરણપોષણમાં મદદરૂપ થવા માટે વિધવા સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે. પરંતુ જવાબદાર સરકારી તંત્રના પાપે આ વિધવા સહાય યોજનાનો ઉદેશ્ય જળવાતો નથી અને લાભાર્થી વિધવા મહિલાઓને વિધવા સહાયનો લાભ મળતો નથી. જેમાં મોરબીની મામલતદાર કચેરીએ બે માસ પહેલા વિધવા સહાયની યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને લાભાર્થી વિધવા બહેનોએ આ ફોર્મ પણ તત્કાળ જમા પણ કરાવી દીધા છે હવે માત્ર વિધવા સહાય યોજનાના હુકમમાં ફક્ત અધિકારીની સહી જ બાકી રહી છે. પણ જવાબદાર અધિકારી બે માસથી સહી માટે વિધવા બહેનોને ધક્કા ખવડાવી રહ્યા છે. આશરે 250 થઈ વધુ લાભાર્થી બહેનોના પેન્શન અટકી ગયા છે. લાભાર્થી મહિલાઓ મામલતદાર કચેરીએ ધક્કા ખાઈ ખાઈને થાકી ગઈ છે. પણ સંતોષકારક જવાબ મળતો નથી અને ઉદ્ધત વર્તન કરાઇ છે. તેથી વિધવા બહેનોમાં નિરાશા છવાઈ ગઈ છે. આથી સામાજિક કાર્યકરોએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne