મોરબી : મોરબી શહેરમાં સરદાર બાગ સામે આવેલ સ્વામી નારાયણ મંદિરમાં ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ઘનશ્યામ મહારાજને તિરંગાના વાઘા અને માળા ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનના હસ્તમાં રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો હતો. ગર્ભગૃહની સજાવટ કરવામાં આવી હતી. જેના દર્શનનો હરિભક્તોએ લાભ લીધો હતો. આમ, ભગવાનને તિરંગા ધારણ કરાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.