પરિણીતાએ મોરબી આવીને ઘટના સ્થળ વેરીફાઈ કરતા આ બનાવની ફરિયાદ બી ડિવિજનમાંથી વાંકાનેર તાલુકા પોલીસ મથકે ટ્રાન્સફર થઈ વાંકાનેર : અમદાવાદની પરિણીતા પર મોરબી નજીક નહિ પરંતુ ઢુંવા પાસેની એક ફેકટરીમાં સામુહિક દુષ્કર્મ થયું હોવાનું ખુલ્યું છે.જેમાં અમદાવાદની પરિણીતાએ અગાઉ ત્રણ શખ્સોએ તેના પર ગેગરેપ કર્યો હોવાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પરિણીતાએ મોરબી આવી ઢુંવા પાસેની ફેકટરીમાં તેની સાથે સામુહિક દુષ્કર્મ થયાનું ઘટના સ્થળ ઓળખી બતાવતા અંતે બી ડિવિજનમાંથી આ બનાવની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવી છે. અમદાવાદ રહેતી પરિણીતાએ અગાઉ મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,થોડા દિવસ પહેલા મુકેશભાઈ પટેલ, જયદીપભાઈ, રમેશભાઈ નામના ત્રણ શખ્સોએ મોરબી નજીક એક ફેકટરીમાં નોકરી આપવાની લાલચ આપી મોરબી બોલાવી હતી આથી કામની લાલચે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી અમદાવાદની પરિણીતાને ત્રણ શખ્સો કારમા બેસાડી જઈને મોરબી નજીક એક કારખામાં લઈ જઈને તેણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.જોકે ભોગ બનનારે જે તે વખતે મોરબી નજીકનું ઘટના સ્થળ દર્શાવતા બી ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ હતી.આથી પોલીસે ઘટના સ્થળ નક્કી કરવા માટે ભોગ બનનારને મોરબી બોલાવી હતી અને તેણીએ દર્શવેલું ઘટના સ્થળે લઈ જતા એ ઘટના સ્થળ ન હોવાનું જણાવીને ઢુંવા પાસેની ફેકટરી ઘટના સ્થળ હોવાનું વેરીફાઈ કર્યું હતું.આથી તેણીના નિવેદનના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાંથી આ બનાવની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ટ્રાન્સફર કરાઈ હોવાનું જાણવા મળે છે.