નવા પ્રેસિડન્ટ તરીકે ડો. કેતન હીન્ડોચા, સેક્રેટરી તરીકે ડો. અમિત ધૂલેની નિમણૂંક કરવામા આવી : બેસ્ટ એકેડેમિક એવોર્ડ ડો. જયેશ સનારીયા તેમજ રનર્સ અપ એવોર્ડ ડો. હીમાંશુ વરસડાને એનાયત કરયો મોરબી : મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા ગઈકાલે નવા વરાયેલા હોદેદારોનો પદગ્રહણ સમારોહ તથા તબીબી ક્ષેત્રે વિવિધ બાબતોમાં સરાહનીય કામગીરી કરનાર તબીબોને એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોરબીના તબિબોના સંગઠન ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન દ્વારા પ્રતિવર્ષ હોદેદારોની નિમણૂંક કરવામા આવે છે જેમાં ગઈકાલે મોરબી ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન દ્વારા શહેરના દેવ ફન પાર્ટી પ્લોટ ખાતે વર્ષ ૨૦૧૮-૧૯ માટે હોદેદારોની નિમણૂંક કરવામા આવી હતી જેમા પ્રેસિડન્ટ તરીકે ડો. કેતન હીન્ડોચા, સેક્રેટરી તરીકે ડો. અમિત ધૂલે ની નિમણૂંક કરવામા આવી હતી. જ્યારે ગત વર્ષે ટ્રેઝરર તરીકે સ્કીન સ્પેશીયાલીસ્ટ ડો. જયેશ સનારીયા ની નિમણૂંક કરેલ હતી તો પ્રવર્તમાન વર્ષે પણ તેમની જ નિમણૂંક કરવામા આવી હતી. ઉપરાંત બેસ્ટ એકેડેમિક એવોર્ડ જાણીતા સ્કીન સ્પેશીયાલીસ્ટ ડર્મેટોલોજીસ્ટ સ્પર્શ ક્લીનીક વાળા ડો. જયેશ સનારીયા ને એનાયત કરવા મા આવ્યો હતો તે ઉપરાંત સેકન્ડ બેસ્ટ એકેડેમિક એવોર્ડ ડો. હીમાંશુ વરસડાને એનાયત કરવામા આવ્યો હતો. તદુપરાંત વર્ષ દરમિયાન જે તબિબોએ રક્તદાન કરેલ હોય તેઓને ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન દ્વારા સર્ટીફીકેટ અર્પણ કરવા મા આવ્યા હતા. આ તકે વર્ષ દરમિયાન રમત ગમત ક્ષેત્રે યોગદાન આપનાર દરેક તબિબો ને સર્ટીફીકેટ થી નવાઝવા મા આવ્યા હતા. આ કાર્યક્રમમા બહોળી સંખ્યા સંખ્યામા મોરબીના તબિબો ઉપસ્થિત રહ્યા હતા.