સ્થાનિક અગ્રણીઓની મદદથી કોરોના સામે પોલીસ સ્ટાફને માસ્કથી સુરક્ષિત રાખતી દાયાણી પરિવારની મહિલાઓ મોરબી : લોકડાઉનમાં ઘરે રહેલા ઘણા લોકો અકળાઈ ઉઠ્યા છે. કારણ કે સમય કેમ પસાર કરવો તે તેમની મોટી વિટબણા છે. ત્યારે મોરબીના સામાકાંઠે હાઇસિગ બોર્ડમાં રહેતા દાયાણી પરિવારની મહિલાઓએ લોકડાઉનનો કેવી રીતે સદુપયોગ કરીને કોરોના સામે પ્રજાની સ્લામતીનું રક્ષણ કરતા પોલીસ સહિતના કોરોના વોરિયર્સને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેનું ઉમદા ઉદાહરણ આપ્યું છે. જેમાં સ્થાનિક અગ્રણીઓની મદદથી મહિલાઓ ઘરેબેઠા માસ્ક બનાવીને પોલીસને સુરીક્ષિત રાખવાનું સરાહનીય કાર્ય કરી રહી છે. મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા દાયાણી પરિવારની મહિલાઓ લોકડાઉનનો સદુપયોગ કરીને ઘરેબેઠા પોલીસના રક્ષણ માટે માસ્ક બનાવે છે. આ મહિલાઓ એકદમ સારા કાપડમાંથી માસ્ક બનાવે છે. જોકે આ મહિલાઓ પોતાના અંગત આર્થિક ફાયદા માટે માસ્ક બનાવતી નથી. પણ ખાસ કરીને કોરોના વોરિયર્સ ગણતા પોલીસ, આરોગ્ય સ્ટાફને કોરોના સામે સુરક્ષિત રાખવા આ સેવા કાર્ય કરી રહી છે. આ મહિલાઓએ આશરે 2 હજાર જેટલા માસ્ક બનાવ્યા છે અને પોલીસ તથા આરોગ્ય કર્મીઓ સહીતના કોરોના વોરોયર્સને વિનામૂલ્યે માસ્ક આપ્યા છે. આ વિસ્તારના અગ્રણી ધમભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, દયારામભાઈ દાયાણી, અશ્વિનભાઈ માકડીયા અને રાષ્ટ્રીય હિન્દૂ સંઘ પરિવારના લોકોના સહયોગથી ગોપીબેન દાયાણી, કમલાબેન દાયાણી, હીનાબેન દાયાણી, દીપ્તિબેન દાયાણી, કોમલબેન દાયાણી, બિન્દીયાબેન દાયાણી, ચંદાબેન દાયાણી, અંકિતા દાયાણી, કાલા દાયાણી, સહિતના આ સેવા કાર્ય કરી રહ્યા છે.