મોરબી : મોરબીમાં છેલ્લા થોડા સમયથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબીના લોરેન કાર્ટુન ગ્રુપના ડાયરેક્ટર્સ દ્વારા કર્મચારીઓને ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. ગત તા. 28 ડિસેમ્બરના રોજ લોરેન કાર્ટુન ગ્રુપ કે જે ઓટોમેટિક પ્લાન્ટ દ્વારા બોક્સનું ઉત્પાદન ઉપરાંત સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતી કંપની છે, તે કંપનીના ડાયરેક્ટર્સ ડઢાણીયા મહેશભાઈ અંબારામભાઈ, ડઢાણીયા મહેશભાઈ ચતુરભાઈ, પિયુષભાઈ ચારોલ વતી જનરલ મેનેજર ખોડીદાસભાઈ દ્વારા કર્મચારીઓને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોરેન કાર્ટુન ગ્રુપની સફળતાનો શ્રેય કર્મચારીઓને આપી તેઓની કામગીરીને બિરદાવી હતી. તેથી, સમગ્ર સ્ટાફ દ્વારા ખુશીની લહેર દોડી ગઈ હતી. આ કાર્યક્રમ દ્વારા ડાયરેક્ટર્સએ અન્ય ઉદ્યોગપતિઓને પોતાના દરેક સ્ટાફ મેમ્બર પ્રત્યે હંમેશા પ્રેમ અને પોતાની પ્રગતિમાં એમનો ફાળો છે એવું માની તેઓને શ્રેય આપવા અપીલ કરી હતી.