સખી ક્લબ અને દીનદયાળ સેવા સંઘ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં પ્રસંગ હોલ ખાતે સખી ક્લબ અને દીનદયાળ સેવા સંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિત્તે નેચરોપેથીના સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત યોગ દ્વારા કરવા આવી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિ અંજુબેન પડલિયા જેવો રાજકોટ સ્થિત છે, તેઓ તેમજ મોરબીના અતિથીઓ જિલ્લા કાઉન્સિલર પીયૂતાબેન પટેલ, સરસ્વતી શિશુ મંદિરના નિયામક સુનિલભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ કુશુમબેન પરમાર, ગુજરાત ST નિગમ સલાહકાર દીપકભાઈ સોમૈયા, સમાજસેવક પરેશભાઈ ત્રિવેદી વગેરે અતિથિઓ દ્વારા દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી. આ સેમિનારમાં ગુજરાત રાજ્ય બોર્ડ યોગની ટીમ, યુવા આર્મી ટીમ, લાયન્સ ક્લબ ટીમ તેમજ મોરબીની જનતા આ સેમિનાર જોડાઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..