બન્ને આયોજનોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા મોરબી : બોલબાલા ચેરી. ટ્રસ્ટ દ્વારા ટાઉનહોલ ખાતે આજે મેકઅપ હેર સ્ટાઇલ સેમિનાર અને કપિંગ થેરાપી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મેકઅપ હેરસ્ટાઇલ સેમિનારમાં રાજકોટના આર્ટિસ્ટ બિનલબેન મહેતા દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવી હતી. સાથે ગિફ્ટ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કપિંગ થેરાપી કેમ્પમાં જીતેન્દ્ર કુકડીયાએ સેવા આપી હતી. આ કેમ્પમાં નગરપાલિકાના નવા ચૂંટાયેલા સદસ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઈ હતી.