ટંકારા : મૂળ સજ્જનપર નિવાસી અને હાલ હળવદ ખાતે રહેતા હરજીવનભાઈ અમરશીભાઈ ગામીની પુત્રી ભાવિકાના ટંકારાના નાના ખીજડિયા ખાતે ઘડિયા લગ્ન લેવાયા હતા. નાના ખીજડિયાના વતની મોતીભાઈ ખોડાભાઈ દેત્રોજાનીના પુત્ર પ્રતીક સાથે 25/10/19ના દિવસે લેવાયેલા આ ઘડિયા લગ્નમાં પાટીદાર સમાજ તથા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના અગ્રણીઓ કચરાભાઈ ઘોડાસરા, ડાયાલાલ બારૈયા, ગોરધનભાઈ ચીકાણી, વિનોદભાઈ સુરાણી તથા સમગ્ર સમાજે નવદંપતિને આશીર્વાદ આપી આ ઘડિયા લગ્નને વધાવ્યા હતા.