મોરબી : આજરોજ સિક્યુરિટી ગાર્ડન પોતાને મળેલું પાકીટ મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીના વૃંદાવન પાર્ક અમૃત હાઈટ્સમાં સિક્યુરિટી તરીકે જવાબદારી સંભાળતા સાગરભાઈને એક પાકીટ મળ્યું હતું. જેમાં 10,000 રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા. સાગરભાઈએ પાકીટ મૂળ માલિક અમૂલભાઈ જોષીને શોધી પરત કર્યું હતું. આ સમયમાં આવી પ્રમાણિકતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. આમ રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ્સ સાથેનું પાકીટ મૂળ માલિકને પરત કરી ઈમાનદારીનું જીવંત ઉદાહરણ આપ્યું હતું.