લોકોએ ધાણી - દાળિયા - ખજૂર હોલિકામાં હોમી કોરોનાની બલાથી છૂટકારાની પ્રાર્થના કરી મોરબી : મોરબી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પરંપરાગત રીતે હોલિકા દહન કરાયું હતું, ગતવર્ષે હોળી પર્વે ઘુસી આવેલો કોરોના નામનો દૈત્ય હજુ પણ ધૂણી રહ્યો હોય હોલિકા દહન સમયે લોકોએ કોરોના ભસ્મીભૂત થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આજરોજ હોળી પર્વ નિમિત્તે રાત્રીના મોરબી શહેરના રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ, સામાંકાંઠા વિસ્તાર, સહિતના જુદા-જુદા વિસ્તારમાં પરંપરાગત રીતે હોલિકા દહન કરાયુ હતું. હોલિકા દહન સમયે લોકોએ ધાણી, દાળિયા, ખજૂર હોમી વહેલામાં વહેલી તકે કોરાનાના દૈત્યનો ખાત્મો થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.