યંગ ઈન્ડીયા ગ્રુપના 'આપવાનો આનંદ' કાર્યક્રમ અર્તગત ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને નાસ્તાનું વિતરણ કરાયું મોરબી : ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે. ત્યારે યંગ ઈન્ડીયા ગ્રુપના 'આપવાનો આનંદ' કાર્યક્રમ અર્તગત આજે આરોગ્ય કર્મચારી તરીકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે ફરજ બજાવતા તથા યંગ ઈન્ડીયા ગ્રુપના સભ્ય દિલિપભાઇ દલસાણીયાએ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં આજે તેમના જન્મદિવસ નિમિત્તે આપવાનો આનંદ અર્તગત નવલખી ફાટક, વાવડી ચોકડી તથા મયુરપુલ પાસે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને પફ તથા બિસ્કીટ વિતરણ કરી આનંદની અનુભૂતિ કરી જન્મદિવસ ઊજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.