સર્ગભામાતાની તપાસ બાળકોને રસીકરણ અને સર્વે સહિતની કામગીરી ઠપ્પ : ગામડાઓમાં સૌથી વધુ હાલાકી : આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની રજુઆત મોરબી : મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની પડતર પ્રશ્ને ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાલ હવે ગંભીર બની રહી છે. સર્ગભા માતાઓની તપાસ, બાળકોના રસીકરણ તથા સર્વે સહિતની અનેકવિધ આરોગ્ય કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા ઠપ્પ થવાથી લકોને ભારે હાલાકી પડી રહી છે. મોરબી જિલ્લાના 333 જેટલા આરોગ્ય કર્મચારીઓ 13 જેટલી પડતર માંગણી મુદે ગત તા.15 થી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે અને આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ મામલે અડગ રહીને દરરોજ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરીને પોતાની માંગણીઓ બુલંદ બનાવી રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓની આ હડતાલથી આરોગ્ય સેવા ખોરંભે ચડી છે.જેમાં સર્ગભા માતાઓની તપાસ, બાળકોના રસીકરણ, રોગચાળો નાથવા સર્વે તથા દવા છટકાવ સહિતની અનેકવિધ આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. ખાસ કરીને ગામડાઓમાં ભારે હાલાકી પડી રહી છે. કારણ કે,ગ્રામ્ય વિસ્તારોમાં એક જ પી.એચ.સી.કેન્દ્ર પણ મોટો આધાર હોવાથી આ આરોગ્ય કર્મચારીઓની હડતાલથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ રાજ્યના પચાયત મંત્રીને રજુઆત કરી આરોગ્ય કર્મચારીઓની હડતાલથી આરોગ્ય સેવા કથળી ગઈ હોવાથી લોકોના આરોગ્યના હિત ખાતર આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en