પડતર પ્રશ્નને સરકાર સામે આજથી આરોગ્ય કર્મચારીઓની તબકાવાર લડ તનો આરંભ : હવે પછી રામધૂન, સફાઈ કામગીરી, માસ સીએલ અને અચોક્કસ મુદતની હડતાલ કરાશે મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી દ્વારા સરકાર સામે પડતર પ્રશ્ને આજથી તબબકાવાર લડતનો પ્રારંભ કરાયો છે.જેમાં આજે આરોગ્ય કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે પછી રામધૂન, સફાઈ કામગીરી, માસ સીએલ, અચોકસ મુદતની હડતાલ કરવાની જાહેરાત કરી છે. આજથી સરકાર સામે લડતનો પ્રારંભ કરીને મોરબી જિલ્લાના આશરે 300 જેટલા આરોગ્ય કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવી સરકારની નીતિરીતિનો વિરોધ નોંધાવ્યો હતો જોકે તા. ૨૧ થી તા. ૨૫સુધી તમામ આરોગ્ય કર્મચારી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. અનેતા. ૨૮ના રોજ આરોગ્ય કર્મચારી પોતાની ફરજ બજાવશે પણ કોઈ પણ પ્રકાર નું તાલુકા,જિલ્લા, રાજ્ય કક્ષા એ રિપોર્ટિંગ નહિ કરે. અને તા.6 ફ્રેબ્રુઆરીના રોજ માસ સી.એલ. મૂકી જિલ્લા મથકે રામધૂન,સફાઈ કામગીરી અને દેખાવો કરશે.તેમજ તા. ૧૫ ફ્રેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતરશે તેવી જાહેરાત કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en