ધોરણ 6 થી 8ના બાળકોને કીચન ગાર્ડનની તાલીમ અપાઈ: ઓર્ગેનિક ખેતીની પ્રેરણા આપી દેશી પાલકના બીજનું વિતરણ કરાયુંમોરબી અપડેટ : મોરબી નજીક આવેલા લીલાપર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8ના અંદાજે 100 બાળકો માટે આરોગ્ય જાળવણી, પર્યાવરણ સંરક્ષણ અને કીચન ગાર્ડન અંગેનો એક જાગૃતિ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.આ તાલીમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્થળ, સાધન, માટી, બીજ, પાણી, ખાતર, વાવેતર અને રોગ નિયંત્રણ વિશે પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં છંટાતા જંતુનાશકોને કારણે ગામેગામ અને ઘરેઘરે કેન્સર જેવી ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે, ત્યારે તેનાથી બચવા બાળકો અને તેમના પરિવારોને દેશી ઓર્ગેનિક શાકભાજી વાવીને ખાવા માટે ભલામણ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ જાતે બીજ રોપણ અને ઉછેર કરી શકે તેવા ઉદ્દેશ્યથી દરેક વિદ્યાર્થીને પોતાના ઘરે વાવવા માટે દેશી પાલકના બીજનું પેકેટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પાલકની પસંદગી ખાસ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે બજારમાં મળતી આ શાકભાજીમાં રાસાયણિક દવાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે.આ તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવી હતી, જેમણે પોતાના લિખિત વનસ્પતિ અને ગોપાલનના પુસ્તકો પણ શાળાને ભેટ સ્વરૂપે આપ્યા હતા. આ તકે મધૂરમ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ ડૉ. મધુસુદન પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ સ્થળે બીજની ઓળખ કરાવતું એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા લીલાપર પ્રાથમિક શાળાના આચાર્ય ડૉ.નીલેશ પરેજીયા અને તમામ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.આવા ફ્રી સેમિનાર પોતાની કોલેજ, માધ્યમિક કે પ્રાથમિક શાળામાં ગોઠવવા ઈચ્છતા સંચાલકો કે આચાર્ય મોબાઈલ નંબર 9426232400 પર ફોન અથવા વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #LilaparSchool #EnvironmentAwareness #KitchenGarden #OrganicFarming #HealthWorkshop #MorbiNews #GujaratNews