મોરબી : મોરબીમાં ધોરણ ૫ મા ભણતા વિદ્યાર્થીએ પોતાના જન્મ દિવસે શાળાના બાળકોને નેઈલ કટર ભેટ આપી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. મોરબીના લખધીરનગર પ્રા.શાળાના વિદ્યાર્થીએ અનોખી પહેલ કરી હતી, ધોરણ પાંચના વિદ્યાર્થી લવ ગીરીશભાઈ બરાસરાએ પોતાના જન્મદિવસે બેલ કંપનીના ૬૦ નેઈલ કટર પોતાના સહાધ્યાયીઓ તેમજ તમામ શિક્ષકોને દરેક વર્ગમાં એક એક એમ કુલ બે હજાર રૂપિયાની કિંમતના નેઈલ કટર પોતાના બારમાં જન્મ દિવસે અર્પણ કરી સ્તુત્ય પગલું ભરી વિદ્યાર્થીઓ દરરોજ નખ કાપીને આવે તેમજ બાળકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય એવો સઁદેશો આપ્યો છે. માત્ર બાર વર્ષના બાળક 'લવ' બરાસરા ની અનોખી પહેલ બદલ શાળા પરિવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.