મોરબી :મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ના પત્નીએ પોતાના જન્મ દિવસની ઉજવણી વિકાસ વિદ્યાલયના બાળકો વડીલો સાથે કરી અનોખો આનંદ મેળવ્યો હતો. જન્મદિવસની અનોખી અને પ્રેણાદાયી ઉજવણીનો નવો ચીલો પાડનાર મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપની પ્રણાલી મુજબ મોરબીના ઉદ્યોગપતિ ચેતનકુમાર બલદેવભાઈ પટેલના ધર્મપત્ની ચંદ્રિકાબેને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને નવો રાહ આપ્યો છે. ચંદ્રિકાબેને પોતાનો જન્મ દિવસ સમાજ ઉપયોગી કાર્ય કરી ઉજવવા નક્કી કરી વિકાસ વિદ્યાલયના ૧૩૦ બાળકો અને ૫૫ વડીલો સાથે પોતીકા પણાની હૂંફ આપી ઉજવ્યો હતો અને તમામ લોકોને ફળાહાર કરાવ્યો હતો. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10182,10186,10183,10185']