મોરબી : તારીખ 12 માર્ચ ને બુધવારના રોજ મોરબીમાં ઈસ્કોન અમદાવાદ સંચાલિત હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભવ્ય ગૌર પૂર્ણિમા મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનનો મહાભિષેક પંચામૃત, વિવિધ ફ્રુટના જ્યુસ અને વિવિધ પુષ્પથી કરવામાં આવ્યો હતો. સાથે સાથે મહાહરિનામ સંકીર્તનમાં મોરબીની જનતા ઝુમી ઉઠી હતી અને ભગવાનની સાથે અબીલ ગુલાલથી ભક્તોએ હોળી મહામહોત્સવની પણ ઉજવણી કરી હતી.