અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પેટ્રોલિંગ : પાટીદારોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોલીસ કાફકો તૈનાત મોરબી : મોરબીમાં હાર્દિક પટેલના ઉપવાસને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે પાસના કાર્યકરોને નજર કેદ રાખ્યા છે. સાથે પાટીદારોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં પોલીસના કાફલા તૈનાત કરી દેવામાં આવ્યા છે. આજ રોજ હાર્દિક પટેલ તેમના નિવાસ સ્થાને ઉપવાસ આંદોલન કરવાનો હોય જેથી સુરક્ષાને ધ્યાને લઈને મોરબીમાં આજ સવારથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે પાટિદારોની વસ્તી ધરાવતા નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને મહેન્દ્રનગર ચોકડી ખાતે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.