મોરબીઃ મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 13 ઓગસ્ટ ને રવિવારના રોજ નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. સાથે રાહતદરે ફૂલ છોડનું પણ વિતરણ કરવામાં આવશે. હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આરડીસી બેંકના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ મોરબી ખાતે 13 ઓગસ્ટ ને રવિવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી રાહતદરે ફૂલછોડનું વિતરણ કરવામાં આવશે. સાથે જ ડાંગની રાગીનો લોટ મળશે. આ ઉપરાંત હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વગેરે વસ્તુઓનું વેચાણ થશે. આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.