54 વર્ષના આધેડની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ અમદાવાદથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યા હતા મોરબી : મોરબીમાં છેલ્લા ચાર દિવસ કોરોનાના કોઈ કેસ ના નોંધાયા બાદ આજે ગુરુવારે મોરબી જિલ્લામાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં હાલ રાજકોટ સિવિલમાં દાખલ હળવદના ચરાડવા ગામના 54 વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હળવદના ચરાવડા ગામના કનુભાઈ ભાણાભાઈ હળવદીયા (ઉ.54)ને શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલમાં દાખલ થયા બાદ જ્યાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચરાડવાના કોરોનાથી સંક્રમિત થયેલા આધેડની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પરંતુ તેઓ અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. હાલ તો કનુભાઈ રાજકોટ સિવિલમાં દાખક છે. અને તેમની તબિયત સ્ટેબલ છે. મોરબી આરોગ્ય વિભાગ સહિત તંત્રએ હાલ તો ચરાડવા ખાતે તેમના ઘરે પોહચી જરૂરી તકેદારી અને કન્ટેનમેન્ટ ઝોન તથા બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લામાં આ પોઝિટિવ કેસની સાથેની કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 15 થઈ છે.