મોરબી : અક્ષર ડેકોર દ્વારા ગઈકાલે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે મોરબીના સ્લમ વિસ્તાર ગણાતા મયુર પુલની નીચે આવેલા ઝુપડપટ્ટી વિસ્તાર, અગનેશ્વર મહાદેવ વિસ્તાર, તેમજ નવલખી ફાટક વિસ્તાર સહિતના જુદા જુદા એરિયામાં જઈ જયદીપભાઈ ડાભી તથા તેમની ટીમ દ્વારા જરૂરિયાતમંદોને સ્વામિનારાયણની સ્વાદિષ્ટ તેમજ પોસ્ટ ગરમાગરમ લાઈવ ખીચડી કુલ ૬૦ કિલોથી વધારે જમાડીને લોકોની જઠરાગની ઠારી અનોખું પુણ્ય મેળવ્યું હતું. સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ઢીચણ સમા પાણી ભરાયા હતા. જેમાં ખાસ કરીને નીચાણ વાળા, સ્લમ ઝુપડપટ્ટીના વિસ્તારોની હાલત ખુબ જ કફોડી હતી ત્યારે આવા વિસ્તારોમાં પણ જઈ અને જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડી હતી.