ગુર્જર પ્રજાપતિ સમાજના 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ સમાજના ચતુર્થ સમુહલગ્ન યોજાયા હતા.જેમાં ગુર્જર પ્રજાપતિ સમાજના 7 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.આ તકે સમાજના અગ્રણીઓ નવદંપતીઓ મંગલમય દાંમ્પત્યજીવન જીવવાના શુભાષિત પાઠવ્યા હતા. મોરબીમાં પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા ગુર્જર પ્રજાપતિ સમાજના ચોથા સમુહલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ સમુહલગ્નમાં ગુર્જર પ્રજાપતિ સમાજના 7 યુગલો લગ્નગ્રથીથી જોડાઈને દાંમ્પત્ય જીવનનો આરંભ કર્યો હતો.આ સમુહલગ્નમાં દલસુખ મહારાજ,દામજી ભગત સહિતના સંતો મહંતો તથા સમાજના અગ્રણીઓ હાજર રહીને નવદંપતિઓને શુભાષિત પાઠવ્યા હતા.જ્યારે માટીકામ કલા કારીગરી બોર્ડના ડિરેકટર સુરેશભાઈ સહિતના અગ્રણીઓએ પણ મહત્વની હાજરી આપીને સમાજને વ્યસન મુક્ત બનીને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવાની હાકલ કરી હતી.તેમજ લગ્નના ખોટા ખર્ચા ટાળી સમુહલગ્નમાં જોડાવવાનું પણ આહવાન કર્યું હતું.આ સમુહલગ્નને સફળ બનાવવા માટે પ્રજાપતિ યુવા સંગઠનના અમિતભાઇ મછોયા,ભરતભાઇ મુંડયા,જય મછોયા સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.