પુત્ર સાથે ગુમ થઇ ગયેલ પરણિતા પ્રેમી સાથે ચાલી ગઈ હોવાનું ખુલ્યું : અંતે બેક ટુ પેવેલિયન મોરબી : મોરબીના ટીમ્બડી ગામના પાટિયા પાસેથી 31 ઓક્ટોબરે પુત્ર સાથે પરણિતા લાપતા બનતા હાંફળા ફાંફળા બનેલા પતિએ પુત્ર અને પત્ની ગુમ થવા અંગે ફરિયાદ કરી હતી જેંને પગલે પોલીસ પણ ધંધે લાગી હતી જો કે, ગુમ થયેલ પરણિતા ગઈકાલે અચાનક જ પ્રગટ થઈ હતી અને પોતે પોતાના પ્રેમી સાથે સ્વેચ્છાએ ગઈ હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીમ્બડી ગામના પાટિયા પાસે રહેતા વિજયભાઇ મહેરૂભાઇ બામણીયા, ઉવ-૨૪, ધંધો ટ્રક ડ્રાઇવીંગવાળની પત્ની લક્ષ્મીબેન અને પુત્ર રાજ ગુમ થઇ જતા તા. 10ના રોજ પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી હતી, આ પ્રકરણમાં પોલીસ અને લક્ષ્મીના પતિ દ્વારા અનેકાનેક તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ ગઈકાલે લક્ષ્મી પોતાના પુત્ર સાથે સ્વેચ્છાએ પરત ફરી હતી અને પોલીસ સમક્ષ પોતે દશેક મહીનાથી મુસ્તાકભાઇ હારૂનભાઇ મોવર રહે.બેલા આમરણ વાળા સાથે પ્રેમ સબંધમાં હોય જેથી પોતે પોતાની મરજીથી તેની સાથે જતી રહેલ હોવાનું જણાવ્યું હતું.આમ, ગમ થયેલ પરણીતાએ પોલીસ અને પતિને ધંધે લગાડ્યા બાદ પ્રેમરસ ખાટો લાગતા બેક ટુ પેવેલિયન થતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.