અંડર - ૧૪ અને અંડર - ૧૯ બોયઝ અને ગર્લ્સ માટે ફૂટબોલ ટુર્નામેન્ટ : રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ ૨૦ એપ્રિલ મોરબી : ફૂટબોલ એશોસિએશન મોરબી દ્વારા આગામી એપ્રિલ - મે માસ દરમિયાન બીજી ઓપન ગુજરાત ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવા આયોજન કરાયું છે, આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતી સ્કૂલોએ ૨૦ એપ્રિલ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ફૂટબોલ એસોસિએશન મોરબી દ્વારા ઓપન ગુજરાત ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં અંડર - ૧૪ અને અંડર - ૧૯ બોયઝ અને ગર્લ્સ માટે બે વિભાગમાં ટુર્નામેન્ટ યોજવામાં આવશે. વધુમાં ફૂટબોલ એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટ માટે ડ્રેસ કોડ ફરજિયાત બનાવી સ્પર્ધા માટેના અલગ - અલગ નિયમો નક્કી કરાયા છે અને ૨૫ એપ્રિલ ટુર્નામેન્ટની ફાઇનલ તારીખ જાહેર કરવામાં આવશે. આ ફૂટબોલ ટુર્નામેન્ટ અંગે વધુ વિગતો માટે મો.૯૯૨૪૧ ૯૨૯૨૬ અથવા ૯૯૨૫૧ ૧૪૬૧૪ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.