મોરબી : મોરબીની નવયુગ કેરિયર એકેડેમીના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત થીમ પર 'ગુજજુ ગ્રાફિટી' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેશન ડિઝાઈનિંગના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી થીમ પર અલગ અલગ ડ્રેસ ડિઝાઇન કરી રેમ્પવોક કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.આ ઈવેન્ટમાં જાણીતા એન્કર અને ડોક્ટર અમીશા રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મોરબીમાં આવી ઈવેન્ટ ક્યાંય જોવા મળતી નથી.2017 થી ચાલતા નવયુગ ફેશન ડિઝાઇન ક્લાસના વિદ્યાર્થીઓએ આ ફિલ્ડમાં ખૂબ સફળ કેરિયર બનાવી રહ્યા છે. નવયુગ ફેશન ડિઝાઇનિંગમાં અત્યાર સુધીમાં 300 થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ સફળ કેરિયર બનાવ્યું છે.આ કાર્યક્રમમાં સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સર, નવયુગ સંકુલના પ્રિન્સિપાલ રાવલ સરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનાં ઉત્સાહમાં વધાર્યો કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કેરિયર એકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈ, કો-ઓર્ડિનેટર કાજલબેન, ફેશન ડિઝાઇન ફેકલ્ટીના શ્વેતા મેડમ અને અવની મેડમ, એકેડેમીના કર્મચારી ભરતભાઈ, છત્રપાલભાઈ અને ચિરાગભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી