મહાનગરપાલિકા અને નગરપાલિકાના EVM માં 'રજીસ્ટર' બટન દબાવવું ફરજિયાત, જ્યારે પંચાયતની ચૂંટણીમાં ગુલાબી અને સફેદ રંગના મતપત્રોથી ઓળખ થશેમોરબી : મોરબી જિલ્લામાં આગામી મહાનગરપાલિકા/નગરપાલિકા અને તાલુકા/જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી - 2026 ને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા મતદારો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મતદાન કરતી વખતે મતદારોથી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તે માટે EVM ના ઉપયોગ અને નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.મ.ન.પા. અને ન.પા. મતદાન પ્રક્રિયા (રજીસ્ટર બટન ફરજિયાત)નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીના EVM માં મતદારે પોતાની પસંદગીના વધુમાં વધુ 4 ઉમેદવારો સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ મતદાન એકમમાં સૌથી છેલ્લે આપેલ પીળા રંગનું 'રજીસ્ટર' બટન ફરજિયાતપણે દબાવવાનું રહેશે. રજીસ્ટર બટન દબાવ્યા બાદ જ બીપ અવાજ સંભળાશે, જેથી ખાતરી થશે કે મત નોંધાયેલ છે. જો 'રજીસ્ટર' બટન નહીં દબાવવામાં આવે તો મત નોંધાશે નહીં.જો મતદારથી ભૂલથી અન્ય ઉમેદવારનું બટન દબાઈ જાય, તો રજીસ્ટર બટન દબાવ્યા પહેલાં તે જ બટન ફરીથી દબાવવાથી ઉમેદવાર ડીસિલેક્ટ થઈ જશે. ત્યારબાદ સાચા ઉમેદવાર સામેનું બટન દબાવી, છેલ્લે રજીસ્ટર બટન દબાવીને મત નોંધાવી શકાશે.તાલુકા અને જિલ્લા પંચાયત મતદાન પ્રક્રિયા (ગુલાબી અને સફેદ મતપત્ર)તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક જ મતદાન મથકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 2 અલગ અલગ મતકુટીરમાં અલગ અલગ મતદાન એકમ (BU) હશે. ઓળખ સરળ રહે તે માટે તાલુકા પંચાયતના મતદાન એકમ પર 'ગુલાબી' રંગનું મતપત્ર જ્યારે જિલ્લા પંચાયતના મતદાન એકમ પર 'સફેદ' રંગનું મતપત્ર લગાવેલું હશે. મતદારે બંને અલગ-અલગ મતકુટીરમાં પોતાની પસંદગીના 1-1 ઉમેદવાર સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે. બટન દબાવતા જ ઉમેદવારના નામ સામેની લાલ લાઈટ થશે અને બીપ સાઉન્ડ આવશે, જે તમારો મત નોંધાયાની પુષ્ટિ કરશે.ઓળખ પુરાવા અને જરૂરી દસ્તાવેજઆ ચૂંટણીમાં મતદાન કરવા માટે સ્થાનિક સંસ્થાની મતદારયાદીમાં નામ હોવું ફરજિયાત છે. મતદાન મથકે ઓળખ પુરાવા તરીકે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) અથવા રાજ્ય ચૂંટણી આયોગે માન્ય કરેલ 14 વૈકલ્પિક દસ્તાવેજી પુરાવા પૈકી કોઈ 1 પુરાવો અચૂક રજૂ કરવાનો રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Election2026 #MorbiCollector #VotingGuidelines #LocalBodyElections #EVMInstructions #GujaratElections