ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે, 17 જૂન સુધીમાં માર્કશીટ જમા કરાવવા અનુરોધમોરબી: મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા આગામી તારીખ 28/06/2026 ને રવિવારના રોજ સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવાડેલા રોડ સ્થિત વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે સાંજે 5:00 કલાકે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમની શુભ શરૂઆત થશે અને સમારંભ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ સન્માન સમારોહમાં ધોરણ 1 થી 12 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્ષ નકલ (જેની પાછળ પેઢીનું નામ અને મોબાઈલ નંબર લખેલો હોય) તારીખ 10/06/2026 થી 17/06/2026 સુધીમાં નક્કી કરેલા સ્થળોએ પહોંચાડવાની રહેશે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઈ માર્કશીટ સ્વીકારવામાં આવશે નહીં.કાર્યક્રમની રૂપરેખા અને નિયમો • આ સંપૂર્ણ પારીવારીક કાર્યક્રમ છે, જે માત્ર મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સભ્યો માટે જ યોજાશે. સગા-વહાલાં કે દુકાનના સ્ટાફને અથવા બહારની કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. • કાર્યક્રમ માટે વ્યક્તિદીઠ 50 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જોકે, જે બાળકની માર્કશીટ જમા કરાવી હશે તેને ફ્રી એન્ટ્રી મળશે. • જો કોઈ પેઢીમાંથી વિદ્યાર્થીનો સમાવેશ ન થતો હોય, તો પણ તે પેઢીના સભ્યો 50 રૂપિયાનો પાસ લઈને પ્રોગ્રામનો આનંદ માણી શકશે. • હાજર રહેલા તમામ વેપારીઓને કંપની તરફથી વિશેષ ગિફ્ટ આપવામાં આવશે. જમવા સમયે પાસ ફરજિયાત હોવાથી તેને સાચવી રાખવો. • કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ભેટ અપાશે, જ્યારે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.કાર્યક્રમનું સંચાલન જામનગરના પ્રખ્યાત એન્કર ભક્તિબેન જેઠવા કરશે. આ પ્રોગ્રામના સ્પોન્સર હાથી મસાલા અને ગાંધી સ્પાઇસીસ પ્રા.લી. છે. આખરી નિર્ણય કમિટી મેમ્બરનો રહેશે.માર્કશીટ જમા કરાવવા અને પાસ મેળવવા માટેના સંપર્ક કેન્દ્રો:પાસ મેળવવા તેમજ માર્કશીટ જમા કરાવવા માટે સભ્યોએ પોતાના વિસ્તાર મુજબ વહેલી તકે નીચેના સ્થળોએ રૂબરૂ જઈને નોંધણી કરાવવાની રહેશે: 1. સચિનભાઈ ભગત (ગ્રીન ચોક) - 9879880008 2. કૌશિકભાઇ પટેલ (લાતી પ્લોટ) - 9909081813 3. ભવાની પ્રોવિઝન સ્ટોર (લોહાણા પરા શેરી નં. 2) - 9898155501 4. જય ભવાની ટ્રેડિંગ, મુકેશભાઈ ચંદારાણા (માર્કેટિંગ યાર્ડ) - 9664931433 5. નિલેશભાઈ રાચ્છ (સામે કાંઠે) - 9825755244 6. અશોકકુમાર ભગવાનજીભાઈ (શાક માર્કેટ અંદર) - 8200858110 7. શૈલેષકુમાર ચંદુલાલ (દાણાપીઠ, લોહાણા પરાના કોર્નર પાસે, મહાદેવના મંદિરની સામે) - 9925137190#Morbi #MorbiUpdate #MorbiNews #KariyanaMerchantAssociation #SaraswatiSanmanSamaroh #StudentFelicitation