108 અને ફાયરની ટીમે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા મોરબી પોલીસના જીઆરડી જવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રાથમિક તાલીમ આપી હતી. જેમાં 108 અને ફાયરની ટીમ દ્વારા પણ જવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી.