મોરબી : મોરબી જિલ્લામાં હાલ તાપમાનનો પારો ૪૦ને પાર થઈ ગયો છે. ત્યારે આવી ભયંકર ગરમીમાં લુ લાગવાથી બચવા માટેની ખાસ તકેદારી લેવા મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર અનુરોધ કર્યો છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના બનાવો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજુરોમાં બનવા પામે છે.ગામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મહેનત મજૂરી કરીને જીવન ગુજારત મજુર અને શ્રમિક વર્ગને લુ લાગવાથી સન સ્ટ્રોક થઈ શકે છે તથા કયારેક આ સન સ્ટ્રોક જીવલેણ પણ બની શકે છે. અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે.સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ધટે છે.પરતું બહારનું તાપમાન ખૂબજ ઉચુ હોય ત્યારે આ પરસેવાથી શરીરનું તાપમાન ધટવાની કિયા અસરકારક રીતે રહેતી નથી જેથી શરીરનું તાપમાન વધતું જાય છે.શરીર અને હાથપગ દુખાવા, ખૂબજ તરસ લાગવી,ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હદયના ધબકારા વધી જવા જેવી તકલીફો સર્જાઇ છે.ત્વરીત સારવાર ન મળે તો આવા કિસ્સામાં દર્દીનું મૃત્યુ પણ થાય છે.માટે લુ લાગવા થી બચવા નીચે મુજબ તકેદારી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે. *ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતાં કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રી નો માથું ઢંકાય તેમ ઉપયોગ કરવો. ઘરની બહાર જવાનું થાય તો આખું શરીર ઢાંકવું અને માથું પણ ખુલ્લું ના રહે તેની કાળજી લેવી. *સીધા સુર્ય પ્રકાશથી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડકમાં અને છાંયામાં રહેવું. *દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી, પ્રવાહી પીવું શક્ય હોય તો લીબુનું સરબત બનાવીને પીવું જોઈએ. ભીનાં ક્પડાંથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવારનવાર ભીના ક્પડાંયી શરીર લૂછવું. *નાના બાળકો, સર્ગભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત અને બિમાર વ્યક્તિઑએ તડકામાં વિશેષ કાળજી લેવી. *ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહિ. બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. સામાજીક પ્રસંગે દૂધ, માવામાં બનાવેલા ખાધ પદાર્થો અથવા ખુલ્લા કે વધુ સમય પડતર રહેલા ખાદ્ય પદાર્થો ખાવા નહિ. *ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. *માથાનો દુખાવો, બૅચેની, ચક્કર આવે તો તુરત જ નજીકના દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.