મંગળવારે ચૂંટણીચિત્ર સ્પષ્ટ બનશે : અત્યાર સુધીમાં સરપંચ માટે કુલ 928 અને સભ્યો માટે કુલ 3915 ફોર્મ ભરાયા મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની ચાલી રહેલી પ્રક્રિયામાં આજે અંતિમ દિવસે સરપંચ માટે 324 અને સભ્યો માટે 1474 ફોર્મ ભરાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં સરપંચ માટે કુલ 928 અને સભ્યો માટે કુલ 3915 ફોર્મ ભરાયા છે. મોરબી જિલ્લાની 303 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા જેમ જેમ આગળ ધપી રહી છે. તેમ તેમ સરપંચ અને સભ્યો માટે દાવેદારી નોંધવવા ઉમેદવારોની કતારો જામી રહી છે. જેમાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સૌથી વધુ ઉમેદવારી નોંધાઇ છે. સરપંચ માટે 324 અને સભ્યો માટે 1474 ફોર્મ ભરાયા હતા. તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકામાં સરપંચ માટે 70, સભ્યો માટે 327, ટંકારામાં સરપંચ માટે 41, સભ્યો માટે 236, હળવદમાં સરપંચ માટે 99, સભ્યો માટે 274, વાંકાનેરમાં સરપંચ માટે 80, સભ્યો માટે 367 અને માળીયામાં સરપંચ માટે 34, સભ્યો માટે 170 ફોર્મ ભરાયા છે. અત્યાર સુધીમાં ભરાયેલા કુલ ફોર્મના તાલુકા વાઇઝ આંકડા જોઈએ તો મોરબી તાલુકાની 81 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 241 , સભ્યો માટે 1078, ટંકારાની 42 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 998, સભ્યો માટે 501, હળવદની 62 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 211, સભ્યો માટે 765, વાંકાનેરની 83 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 284 , સભ્યો માટે 1155 અને માળીયાની 35 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 94, સભ્યો માટે 416 ફોર્મ ભરાયા છે. સૌથી વધુ ફોર્મ રવાપર ગ્રામ પંચાયતમાં 12 સરપંચ અને 84 સભ્યો માટે ફોર્મ ભરાય હતા.જો કે હજુ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે ચિત્ર સ્પષ્ટ થશે.