મોરબીમાં ૬ જાન્યુઆરીએ નિઃશુલ્ક વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર સેમિનારમાં નિષ્ણાંત તબીબો આપશે સચોટ માગદર્શન મોરબી : આજના આધુનિક યુગમાં ભાગદોડ ભરી લાઈફ સ્ટાઇલમાં મશીનરૂપી જિંદગી જીવતો માણસ જીવનના ૧૬ સંસ્કાર ભૂલી ગયો છે, ૧૬ સંસ્કારોમાં અતિ મહત્વના એવા ગર્ભસંસ્કાર અંગે જો થોડી પણ કાળજી લેવામાં આવે તો આવનાર બાળકનું ભવિષ્ય સુધરવાની સાથે માતા- પિતા ઈચ્છે તેવું સંસ્કારી, ચપળ, હોશિયાર અને શાંત સ્વભાવનું ભક્તિભાવ પ્રત્યે લાગણી ધરાવતું બાળક જન્મી શકે છે, અમદાવાદના માસ્ટર ટ્રેઇનર પ્રો. પારસ પરમાર અને તજજ્ઞ ગાયનેકોલોજીસ્ટ અને ટ્રેઇનર ડો.મેઘા શાહ છેલ્લા ૧૦ વર્ષથી વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર અંગે નવવીવાહિતોમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે જેઓ આગામી તા. ૬ જાન્યુઆરીના રોજ મોરબીના ટાઉનહોલ ખાતે નિઃશુલ્ક સેમિનાર યોજી મોરબીના નવયુગલોને આ અંગે સચોટ માર્ગદર્શન આપશે. વર્તમાન સમયમાં ગર્ભ સંસ્કાર અંગેની જાણકારીના અભાવે માતા - પિતા જાગૃત ન હોવાને કારણે આજે નાના બાળકોમાં જિદ્દી પણુ, મોબાઈલ - ટીવીનું વળગણ, ભણતર અંગે રુચીનો અભાવ અને થોડા મોટા થયા બાદ વ્યસનના શિકાર !!! આજના સમયની આ કડવી વાસ્તવિકતા છે, જો પુરાતનજકાળ અને વેદમાં ડોકિયું કરીએ તો શક્તિશાળી યોદ્ધા, બુદ્ધિશાળી વ્યક્તિત્વ વાળા પાત્રોના અનેક ઉદાહરણ મળે છે જેમાં મહાભારતના અભિમન્યુનું ઉદાહરણ આજે પણ લેવામાં આવે છે કારણ કે, અભિમન્યુએ ગર્ભમા જ યુદ્ધ જીતવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. પરંતુ ફક્ત આવી શાસ્ત્રોકત બાબત જ નહિ, શાસ્ત્રોની સાથે આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપથી અને એલોપથી પણ જેને સ્વીકારી ચૂક્યું છે તેવા વૈજ્ઞાનિક ગર્ભ સંસ્કારથી માતા - પિતા ઈચ્છે તેવું એટલે કે બાળકની આંખોનો રંગ, વાળ, વાન વગેરે ૧૦૦ % ઇચ્છાશક્તિ મુજબનું બાળક જન્મી શકે છે, મોરબીના ટાઉનહોલ ખાતે આગામી તા. ૬ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી બપોરે ૧ દરમિયાન વૈજ્ઞાનિક ગર્ભ સંસ્કાર અંગે પ્રો.પારસ પરમાર અને જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.મેઘા શાહ દંપતિઓને ઉપરોક્ત તમામ બાબતો અંગે સચોટ માર્ગદર્શન આપશે અને એ પણ નિઃશુલ્ક. સાયન્ટિફિક ગર્ભ સંસ્કાર અંગે માસ્ટર ટ્રેઇનર પ્રો.પારસ પરમારે મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે માતા પિતા ઈચ્છે તેવું બાળક જન્મવું શક્ય છે, આ માટે છેલ્લા દશ વર્ષથી અમે વૈજ્ઞાનિક ગર્ભ સંસ્કાર સફળતા પૂર્વક કરાવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ નવયુગલોને સાયન્ટિફિક ગર્ભસંસ્કાર અંગે જાગૃત કરી ૫૦ હજાર યુગલોને સતત નવ માસ સુધી વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર અંગે તબક્કા વાર માર્ગદર્શન આપી અતિ તેજસ્વી, ચપળ,શાંત અને ભણવામાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી બાળકોરૂપે સુંદર પરિણામ મેળવ્યા છે. ગાયનેકોલોજિસ્ટ ડો.મેઘા શાહ ઉમેરે છે કે, કોઈ પણ બાળકનો બુદ્ધિ નો આધાર તેનામાં રહેલા neurons(બુદ્ધિ ના કોષો) ની સંખ્યા પર રહેલો હોય છે. આ neurons માત્ર માંના ગર્ભમાં બાળક હોય ત્યારે જ બને છે !જન્મ બાદ બની શકતા નથી .અને જેટલી ન્યૂરોનની સંખ્યા વધારે હોય તેટલો બાળક બુદ્ધિશાળી બનવાની શક્યતાઓ રહેલી છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી ૧૪ મા દિવસથી એક મિનિટના અઢી લાખની ન્યુરોન બને છે. આ ન્યૂરોનની સંખ્યા નો આધાર ઘણી બધી વસ્તુ પર રહેલો છે જેમકે માતાનો ખોરાક ખાસ કરીને વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ ,માતાના શરીરમાં ઓક્સિજન નું પ્રમાણ, માતાની તણાવ દાયક કે પ્રસન્ન મનોસ્થિતિ, માતાની દૈનિક પ્રવૃત્તિ ખાસ પ્રકારના સંગીત વગેરે,જો માતા પોતાની સગર્ભાવસ્થા દરમિયાન ઉપરોક્ત બાબતોનો ખ્યાલ રાખે તો બુદ્ધિશાળી સંતાનને જન્મ આપી શકે છે. વધુમાં વૈજ્ઞાનિક ગર્ભસંસ્કાર પાછળ કોઈ પણ પ્રકારનો ખર્ચ ન હોવાનું જણાવતા પ્રો.પારસ પરમારે જણાવ્યું હતું કે, ફક્ત માતા - પિતા ચોક્કસ નીતિ નિયમોને અપનાવે અને સારૂ વાંચન, સારું ખાન - પાન અને સુટેવને અનુસરી ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન કાળજી રાખે તો કોઈપણ જાતની દવા કે ખર્ચ વગર ઇચ્છીત સંતાન પ્રાપ્તિ કરી શકે છે. મોરબીના આંગણે આવો મહત્વપૂર્ણ સેમીનાર યોજાઈ રહ્યો છે ત્યારે દરેક માતા - પિતા અને ખાસ કરીને નવવિવાહિત યુગલો આ નિઃશુલ્ક સેમિનારનો ચોક્કસ લાભ લે તેવો અનુરોધ આયોજકો દ્વારા કરાયો છે જો કે સેમિનાર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે, જો આપ આ સેમિનારમાં જોડાઈ મનપસંદ બાળક મેળવવા ઇચ્છતા હોય તો મો.9409442777 અથવા 6354577991 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.