નગરપાલિકા અધિકારી અને મૂલ્કી સેવા અધિકારીની ભરતી માટે આજે સ્પર્ધાત્મક પરીક્ષા મોરબી : આજે ગુજરાત સરકાર દ્વારા મુલ્કી સેવા અધિકારી અને નગરપાલીકા અધિકારી વર્ગ માટે યોજાયેલ સ્પર્ધાત્મક પરિક્ષામાં મોરબીના ૩૩૪૫ વિદ્યાર્થીઓ પોતાનું ભાગ્ય અજમાવવા જઇ રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા આજે મુલ્કી સેવા અધિકારી અને નગરપાલીકા અધિકારી વર્ગ ૧ અને ૨ માટે સમગ્ર રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં કુલ ૩૩૪૫ વિદ્યાર્થીઓ ૧૩ પરીક્ષા કેન્દ્રમાં ૧૪૦ રૂમમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજના દિવસે જીપીએસસી દ્વારા સવારે ૧૧ થી ૧ અને બપોરે ૩ થી ૫ દરમિયાન કુલ બે પેપર માટે પરીક્ષા યોજવામાં આવી છે.