અગત્યના કામ સિવાય લોકોએ કચેરીએ આવવું નહિ તેવી નોટિસ લગાવી દેવાય મોરબી : મોરબીમાં કોરોનાના હાહાકાર વચ્ચે વધુ સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારના આદેશને પગલે મોરબીની તમામ સરકારી કચેરીઓમાં 50 સ્ટાફ સાથે સાથે કામગીરી કરવાનો આજથી કડક અમલ કરવામાં આવ્યો છે અને હવેથી સરકારી કચેરીઓમાં માત્ર 50 સ્ટાફ સાથે સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત, અગત્યના કામ સિવાય લોકોએ કચેરીએ આવવું નહિ તેવી નોટિસ લગાવી દેવાય છે. કોરોનાના પ્રકોપને લઈને ભીડનું જોખમ ટાળવા માટે રાજ્ય સરકારે આજથી તમામ સરકારી કચેરીઓ માત્ર 50 ટકા જ સ્ટાફ સાથે ચાલુ રાખવી તેવો નિર્ણય જાહેર કર્યો હતો. જેના પગલે મોરબીની તમામ સરકારી કચેરીઓમાં આજથી રાજ્ય સરકારના આ નિયમનો કડકપણે અમલ કરવામાં આવ્યો છે. જેમાં મોરબીની મોટાભાગની સરકારી કચેરીઓ આજથી એટલે તા.15 થી 50 સાથે જ ચાલુ રહી હતી. જેમાં નગરપાલિકા, તાલુકા સેવા સદન સહિતની સરકારી કચેરીઓમાં લોકોનો વધુ ઘસારો રહેતો હોય ત્યાં આજથી 50 ટકા સ્ટાફ સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી નગર પાલિકામાં અગત્યના કામો હોય તો લોકોએ આવવું તેવી નોટિસ લગાવી દેવામાં આવી છે.એટલે કોરોનાનું સંક્રમણ ટાળવા માટે સરકારી કચેરીઓમાં લોકોને જરૂરી કામ સિવાય ન આવવાનું ફરમાન કરવામાં આવ્યું છે અને આજથી જિલ્લા પંચાયત, મામલતદાર, તાલુકા પંચાયત સહિતની મોટાભાગની સરકારી કચેરીઓમાં આજથી તકેદારીના ભાગરૂપે 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવામાં આવી છે.